નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. સવારના 11 વાગ્યા સુધીમાં 6.96 મતદાન થયું છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ પરિવાર સાથે મતદાન કરવા પહોંચી હતી. તાપસી પન્નુએ મતદાન કર્યા બાદ ટ્વિટર પર તસવીર શેર કરતા લખ્યું, પન્નુ પરિવારે વોટ કરી દીધો છે. શું તમે કર્યો?


બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ મતદાન માટે ખાસ પોતાના કામમાંથી બ્રેક લઈને સમય કાઢ્યો હતો. તાપસી પન્નુ રાજકી મુદ્દાઓ પર પોતાના મંતવ્ય રજૂ કરતી રહે છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તાપસી વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાપસી પન્નુ અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડમાં જોવા મળશે. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલાં રિલીઝ થયું હતું.