આ બોલિવૂડ એકટ્રેસનો ભડકાઉ VIDEO થયો વાયરલ, લોકો કરી રહ્યા છે ધરપકડ કરવાની માગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Feb 2020 10:59 AM (IST)
સ્વરાના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રામ મંદિર પર આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તે સવાલ ઉઠાવી રહી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. લોકો તેની ધરપકડની માગ કરી રહ્યા છે. #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યા છે. સ્વરા ભાસ્કર લાંબા સમયથી CAAને લઈને થઇ રહેલ વિરોધ પ્રદર્શનનો હિસ્સો રહી છે. તેના ભાષણને દિલ્હી હિંસા માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. સ્વરાના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રામ મંદિર પર આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તે સવાલ ઉઠાવી રહી છે. સાથે જ તે એક સમુદાયને ભડકાવી રહી છે કે આપણે વિરોધ કરવા માટે ઉગ્ર હોવાની જરૂરત છે. લડાઈ હવે ઘર સુધી આવી ગઈ છે, આપણે ઉગ્ર વિરોધ કરવો પડશે. આ ભાષણમાં તે પૂછી રહી છે કે મુસલમાનોને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે? સ્વરાના આ ભાષણમાં એ પણ કહેવામાં આવે છે કે કુણાલ કામરાના એક્ટને પ્રતિરોધની નજરે જોવું જોઈએ. આ તેનો વિરોધ કરવાની રીત હતી. આ વીડિયોને ટેગ કરીને લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે કે તે લોકોને ભડકાવવાનું કામ કરી રહી છે. દિલ્હીમાં થયેલ હિંસામાં તેનો પણ હાથ છે. તેની ધરપકડ થવી જોઈએ. જણાવીએ કે દિલ્હી હિંસાને લઈને સ્વરા ભાસ્કરનું એક ટ્વીટ પણ વાયરલ થયું હતું, જેમાં તેણે ભાષાની તમામ હદ પાર કરી દીધી હતી. તેણે એક યૂઝરને જવાબ આપતા લખ્યું કે....અંકલ- મારી ચિંતા ન કરો! આ બધા મોત તમારી ideologyના ટટૂઓની દેન છે! એક દિવસ આ આગ આપણા બધાના ઘરમાં આવશે અને આ બધું તારા લોકોને કારણે હશે! હવે જાઓ અને ...ખાઓ! આ ટ્વીટમાં તેણે જે રીતે ભાષાનો ઉપયોગ તેણે સોશિયલ પ્લેટફોર્મ પર કર્યો, તે કોઈ વ્યક્તિગત જીવનમાં પણ બોલવાનું પસંદ નહીં કરે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યા છે કે સ્વરા તમે આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. શું તમારા વિચારો પણ આવા જ છે. એક યૂઝરે લખ્યું કે, શું તમારા પરિવાજનોએ આ જ સંસ્કાર આપ્યા છે. આ પહેલા તેણે Woooohoooo કહીને પોતાની ફિલ્મ ‘શીર કોરમા’નું ટ્રેલર રિલીઝ કર્યું હતું. તેના પર લોકોએ તેને સવાલ કર્યા હતા કે દિલ્હીમાં લોકો મરી રહ્યા છે ને અને Woooohoooo કરી રહી છો.