જ્યારે પણ આપણે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીએ છીએ, ત્યારે ડિલિવરી બોય આપણને શક્ય તેટલું ઝડપથી ફૂડ પહોંચાડે છે. પરંતુ જો તમને ખબર પડે કે ડિલિવરી બોય તમારો ઓર્ડર કરેલો ખોરાક ખાઈ રહ્યો છે તો શું? આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ડિલિવરી બોય ગ્રાહકે ઓર્ડર કરેલું ભોજન ખાતાં રંગે હાથે ઝડપાયો હતો. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે ડિલિવરી બોયને ઓર્ડર કરેલ સામાન ખાતા જોયો હતો. ડિલિવરી બોયની આ હરકત દરવાજા પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો એ વ્યક્તિએ શેર કર્યો છે.


'ધ સન'ના અહેવાલ અનુસાર, બ્રિટનમાં રહેતા 36 વર્ષીય પેકિશ નાયફ સ્ટોરરનું કહેવું છે કે, તેણે તે રાત્રે નજીકની રેસ્ટોરન્ટમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યાના થોડા જ સમયમાં ડિલિવરી બોયને ત્રણ ચિકન રેપ,એક ગ્રીલ્ડ ચિકન બર્ગર, ચિપ્સના ચાર પેકેટ અને ચાર ડ્રિંક્સ લઈને ઘરે પહોંચ્યો. પરંતુ ડિલિવરી બોય ઓર્ડર અમને આપે તે પહેલાં તેણે બેગમાંથી ચિપ્સ કાઢી અને ખાવાનું શરૂ કર્યું હતું. ડિલિવરી બોયની આ હરકત ડોરબેલમાં લાગેલા કેમેરામાં કેદ થઈ રહી હતી. પેકિશ નાયફ પોતાના મોબાઈલમાં આ બધું જોઈ રહ્યો હતો.






પેકિશ કહ્યું કે, મેં આ જોયું કે તરત જ મેં મારી પત્નીને ફોન કરીને આ વિશે જાણ કરી. પત્ની પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. પેકિશે આ અંગે રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરી ત્યારબાદ રેસ્ટોરન્ટ તરફથી માફી માંગવામાં આવી. આ સાથે ડિલિવરી બોયએ કહ્યું કે તે, બેગમાંથી તેના બિસ્કિટ ખાતો હતો. બાદમાં રેસ્ટોરન્ટે પેકિશને જાણ કરી કે, ડિલિવરી બોયને કાઢી મુકવામાં આવ્યો છે.