આ વખતે પણ ટીવીની આ ફેમસ એક્ટ્રેસે ઠુકરાવી સલમાન ખાનના શૉમાં ગેસ્ટ બનવાની ઓફર, એક ટ્વીટે ખોલ્યુ રાજ
દેવોલીનાએ કહ્યું કે આવા પ્રકારની વાત ગયા વર્ષે પણ આવી હતી, હું સલમાન ખાન સાથે કામ કરવાનું પસંદ કરીશ પણ હું શૉમાં નથી આવી રહી. ધ ખબરીના આ ટ્વીટ પરથી સ્પષ્ટ થાય છે કે દેવોલીના આ શૉમાં નથી આવી રહી.
પહેલા રિપોર્ટ હતા કે દેવોલીના ભટ્ટાચાર્ય સલમાન ખાનના શૉ બિગ બૉસની સિઝન 12માં ભાગ લેશે, આ સમાચારને લઇને ફેન્સ પણ ખુશ હતા. પણ હવે શૉને શરૂ થવામાં માત્ર 12 દિવસ બચ્યાં છે ત્યારે રિપોર્ટસ છે કે દિવોલીના શૉમાં ભાગ નથી લેવાની.
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાનનો ફેમસ શૉ બિગ બૉસ સિઝન 12 ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સાથ નિભાના સાથીયા ટીવી શૉમાં ફેમસ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય અને વહુ તરીકે પોતાની ભૂમિકા નિભાવનારી ગોપી વહુ ચર્ચામાં આવી છે. ગોપી વહુએ સલમાન ખાનના શૉ બિગ બૉસ સિઝન 12માં મહેમાન બનવાની ના પાડી દીધી છે, તેને ગેસ્ટ ઓફરને ઠુકરાવી દીધી છે. આ ઓફર તેને બીજી વાર ઠુકરાવી છે.
આ વાતની જાણકારી 'ધ ખબરી'એ ટ્વીટ કરીને આપી છે. 'ધ ખબરી'એ ટ્વીટ કરીને કહ્યું છે કે, તેમની દેવોલીના સાથે બિગ બૉસને લઇને વાત થઇ. દેવોલીનાએ વાત કરતાં કહ્યું કે- 'હું બિગ બૉસ સિઝન 12 નથી કરી રહી. મને નથી ખબર આવી અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે.'