'ધડક' થઇ સોશિયલ મીડિયા પર ટ્રૉલ, લોકોએ આવા Memes બનાવીને ઉડાવી મઝાક
ટ્વીટર પર એક યૂઝરે લખ્યું, હું ટ્રેલરના ઇન્ટરવલમાં જ બહાર નીકળી ગયો. વળી બીજા એક યૂઝરે લખ્યુ, ધડકનું ટ્રેલર જોયુ, છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરી લે છે.... છોકરી ગરીબ અને છોકરી એક અમીર અને ખતરનાક પરિવારની હોય છે.... છોકરાને ડરાવવામાં આવી રહ્યો છે પછી તે લડાઇ લડે છે.... અને ત્યારબાદ એક હેપ્પી એન્ડિંગ. આ નવા આઇડિયાથી બનેલી ફિલ્મનો ખુબજ ઇન્તજાર છે.
આવામાં ટ્રેલર લૉન્ચ થવાની સાથે જ એકબાજુ કરણ જોહર નેપૉટિઝ્મ જેવા સવાલોથી ઘેરાતા દેખાઇ રહ્યાં છે, વળી બીજીબાજુ સોશ્યલ મીડિયા પર પણ આ ફિલ્મનો જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મ અને ટ્રેલરને યૂઝર ટ્રૉલ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર કરણ જોહરની ફિલ્મની સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં જ્હાનવીના અપૉઝિટ શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર રૉમાન્સ કરતો દેખાઇ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે.