પાકિસ્તાન પાયમાલ થવાની અણી પર, ભારતીય રૂપિયાથી અડધી થઈ ગઈ કરન્સીની કિંમત, જાણો વિગતે
પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાન ચીન પાસેથી 135 અબજ રૂપિયાની નવી લોન લેવા જઈ રહ્યું છે. પાકિસ્તાન પર બેઇજિંગ કઈ રીતે આર્થિક કબજો કરી રહ્યું છે તેનો આ વધુ એક સંકેત છે. વિદેશી મુદ્રા ભંડારની નબળી સ્થિતિના કારણે ચીન પાસેથી લેવામાં આવેલી લોનનો ઉપયોગ પાકિસ્તાન વિદેશી મુદ્રા ભંડારની હાલત સુધારવા કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે હવે 10.3 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે, જે ગત વર્ષે મે મહિનામાં 16.4 અબજ ડોલર હતું. રોયટર્સ એજન્સી મુજબ પાકિસ્તાનનું ચીન અને તેની બેંકો પાસેથી નાણાકીય વર્ષમાં લેવામાં આવેલું ઋણ 5 બિલિયન ડોલર સુધી પહોંચવાની અણી પર છે.
આગામી મહિને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી છે. આ સ્થિતિમાં દેશની નાણાંકીય સ્થિતિ બગડવી એક મોટો મુદ્દો બની શકે છે. પાકિસ્તાન ચૂંટણી બાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી ઋણ માંગે તેવી અટકળો થઈ રહી છે.
મંગળવારના આંકડા મુજબ એક અમેરિકન ડોલરની સામે પાકિસ્તાની રૂપિયાની કિંમત હવે 122 રૂપિયા થઈ છે. સોમવારે જ પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં 3.8 ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાનની તુલના ભારતના રૂપિયા સાથે કરવામાં આવે તો સ્થિતિ વધારે ખરાબ જોવા મળે છે. ભારતીય રૂપિયાની કિંમત હાલ 67 રૂપિયા છે. એટલે કે ભારતના 50 પૈસા હવે પાકિસ્તાનના એક રૂપિયા બરાબર થઈ ગયા છે.
લાહોરઃ ઈદના તહેવારના ટાણે જ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક ચિંતા વધી ગઈ છે. થોડા સમયથી સતત પાકિસ્તાનનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી રહ્યું છે. તેની સાથે જ ઋણનું દબાણ પણ વધી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -