ભરૂચઃ છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું, કોણ કોણ જોડાયું ભાજપમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jan 2021 02:21 PM (IST)
ભાજપે છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં બીટીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત 35 જેટલા વિવિધ ગામોના સરપંચ અને ડે. સરપંચો અને 500થી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો.
છોટુ વસાવાનો ફાઇલ ફોટો.
ભરુચઃ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ભાજપે છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં બીટીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત 35 જેટલા વિવિધ ગામોના સરપંચ અને ડે. સરપંચો અને 500થી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, હજુ થોડા સમય પહેલા જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવા માટે ગઠબંધન કર્યું છે. આ પહેલા રાજસ્થાન અને ગુજરાતમાં બીટીપીએ કોંગ્રેસને આપેલું સમર્થન પરત ખેંચી લીધું હતું.