Aishwarya Rajinikanth Marriage: સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત આ દિવસોમાં તેની ફિલ્મ 'લાલ સલામ'માં વ્યસ્ત છે. પરંતુ તાજેતરમાં તેના વિશે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતા ધનુષની પત્ની ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આવો જાણીએ શું છે આ સમગ્ર ખબરનું સત્ય.






ઐશ્વર્યાના લગ્નના સમાચાર ખોટા છે - સૂત્રો


હકીકતમાં ઐશ્વર્યા વિશેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ચેન્નાઈના એક રિસોર્ટમાં અન્ય હીરો સાથે જોવા મળી હતી. આ વિશે વાત કરતા કેટલાક સૂત્રોએ હવે ઈન્ડિયાટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, "આ તમામ સમાચાર સંપૂર્ણપણે નકલી છે..જેમાં કોઈ સત્યતા નથી. સમાચારમાં જે કહેવામાં આવી રહ્યું છે તેવું કંઈ નથી..ઐશ્વર્યાએ બીજા લગ્ન નથી કરી રહી.


ઐશ્વર્યા અને ધનુષનો સંબંધ લગ્નના 18 વર્ષ બાદ તૂટી ગયો હતો


જણાવી દઈએ કે ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ આ કપલે વર્ષ 2022માં જાહેરાત કરી હતી કે તેઓ 18 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અલગ થવા જઈ રહ્યા છે. જોકે, તેઓએ હજુ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા નથી. ઐશ્વર્યા અને ધનુષે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે પુત્રોના માતા-પિતા છે. જેમના નામ યાત્રા અને લિંગા છે. ઐશ્વર્યા તેના બંને પુત્રો સાથે ઘણો સમય વિતાવે છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત શેર કરી ચૂકી છે.






ધનુષ અને ઐશ્વર્યા આ ફિલ્મોમાં વ્યસ્ત છે


વર્કફ્રન્ટ પર ધનુષ હાલમાં તેની આગામી ફિલ્મો 'વાથી', 'કેપ્ટન મિલર', 'સર' અને 'તેરે ઇશ્ક મેં'માં વ્યસ્ત છે. તે જ સમયે ઐશ્વર્યા ફિલ્મ 'લાલ સલામ'માં વ્યસ્ત છે. તે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહી છે. જેમાં તેના પિતા સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત જોવા મળવાના છે.