VIDEO: બોલિવૂડના આ એક્ટરના ખેતરમાં ઉગ્યા વિદેશી ફળ, વીડિયો થયો વાયરલ
abpasmita.in | 10 Apr 2019 11:22 AM (IST)
ધર્મેન્દ્ર હાલમાં બોલિવૂડથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે. પોતાના ખેતરમાં તાજા શાકભાજી અને ફળ ઉગાડવામાં વ્યસ્ત ધર્મેન્દ્ર ઘણીવખત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રહે છે.
નવી દિલ્હીઃ ધર્મેન્દ્ર હાલમાં બોલિવૂડથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે. પોતાના ખેતરમાં તાજા શાકભાજી અને ફળ ઉગાડવામાં વ્યસ્ત ધર્મેન્દ્ર ઘણીવખત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રહે છે. પોતાના ખેતરનો વીડિોય શેર કરવાની સાથે સાથે તે પોતાના વિચાર પણ ચોક્કસ વ્યક્ત કરે છે. આ વખતે તેમણે ખેતરમાંથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વિદેશી ફળ એવોકાડોની વાત કરે છે. તેમના ખેતરમાં એવોકાડોનું છોડ વાવવામાં આવ્યું છે જેને હવે ફળ આવી ગયા છે. વીડિયોમાં ધરમજી જણાવે છે કે, આ વિદેશી ફળની વાવણી બોબી દેઓલે કરી હતી. આ વીડિયો અત્યાર સુધીમાં સવા લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધરમજી ખુબજ ખુશમીજાજમાં છે તે પોતે કહે છે કે હું આજે ખુબજ એક્સાઇટેડ છું. આ ફળ જોઇને મને આનંદ થયો છે.