સુરતના વેસુ વિસ્તારમાં આવેલી નંદીની શ્રી સોસાયટીમાં રહેતી મહિલાઓ ચૈત્રી નવરાત્રી નિમિત્તે દહાણું મહાલક્ષ્મી માતાજીના દર્શને ગઈ હતી. આ માટે તેમણે બસ ભાડે કરી હતી. દહાણું મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી તમામ ભક્તો વલસાડ પાસે આવેલા રાબડાનાં વિશ્વંભરી માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. રાબડાથી વિશ્વંભરી માતાજીના દર્શન કરી સુરત આવતી વખતે નવસારીના ધોળાપીપળા ગામે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 મહિલાના મોત નીપજ્યા છે.
આ પણ વાંચોઃ
ભાજપના કયા કેન્દ્રીય મંત્રીના કાફલાની કારને નડ્યો ભયંકર અકસ્માત, માંડ-માંડ બચ્યાં મંત્રી, જાણો વિગત
ભરૂચઃ આશ્રમમાંથી બહાર આવતી બે જૈન સાધ્વીજીને ટેમ્પોએ ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે મોત
આ અંગે નવસારી પોલીસને જાણ થતાં મોડી રાતે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મિનિ બસના માલિકે ગાડીને અકસ્માત થયો હોવાનું અને 6 મહિલાના મોત થયાનું જણાવ્યું હતું. ધોળાપીપળા પાસે થયેલા આ અકસ્માતમાં ટેમ્પો ટ્રેક્સમાં પંચર પડતા રોડની સાઈડમાં ઉભું રાખવું પડ્યું હતું. ત્યારે કેટલીક મહિલાઓ ઉતરી આજુ બાજુ હાઈવે પર ફરતી હતી, જ્યારે કેટલીક તેમાં બેઠી હતી. હાઈવે પર અચાનક ટ્રકે ટેમ્પો કારને પાછળથી ટક્કર મારતાં અંદર બેઠલી છ મહિલાઓના મોત થયા છે. 16 લોકો માતાજીના દર્શને નીકળ્યા હતા.