✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુ ટ્યુબ પર ધૂમ મચાવનારી ઢીંચાક પૂજાના વીડિયો કેમ દૂર કરાયા? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2017 09:49 AM (IST)
યુ ટ્યુબ પર ધૂમ મચાવનારી ઢીંચાક પૂજાના વીડિયો કેમ દૂર કરાયા? જાણો કારણ
1

ગીતો હટાવી લેવાયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો મજાકનો દોર ચાલી રહ્યો છે. કોઈએ લખ્યું કે પહેલા કટપ્પાએ બાહુબલીને માર્યો અને હવે ઢિંચાક પૂજાને…, તો એક યુઝરે લખ્યું કે હવે તો બસ અચ્છે દિનની અપેક્ષા રાખીએ કારણ કટપ્પા જેને મારે છે એ પાછો આવી જાય છે.

2

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી યુટ્યૂબ પર ઢિંચાક પૂજા નામની સિંગરે ખૂબ ધમાલ મચાવી હતી. તેના ગીતો 'સેલ્ફી મેંને લે લી આજ' ને 'સ્વેગ વાલી ટોપી' ખાસા વાયરલ પણ થયા હતા. આ યુટ્યૂબ સ્ટારની ખાસિયત હતી કે, તે બિલકુલ ટેલેન્ટડ નહોતી. લોકો તેના ગીતો, લિરિક્સ, સ્ટાયલ તમામની મજાક બનાવતા હતા. આ કારણે જ તેના વીડિયો ખૂબ વાયરલ થતા હતા.

3

આમ થવાનું કારણ છે કટપ્પા. ના, આ બાહુબલીવાળો કટપ્પા નથી; પણ કટપ્પા સિંહ નામની વ્યક્તિએ આ ગીતો પર કોપીરાઇટનો કેસ કર્યા બાદ યુટયુબે બધાં ગીતો હટાવવાનો નિર્ણય લીધો. જોકે અમુક મીડિયામાં આવેલા અહેવાલમાં એવું જણાવાયું છે કે ઢિંચાક પૂજાનું અકાઉન્ટ કોઈએ હેક કર્યું છે અને એના વિડિયો હટાવી દીધા છે. બધાં ગીતો હટાવી લેવાયાં હોવા છતાં ઢિંચાક પૂજાની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.

4

આ રાઇઝિંગ સિંગરના તમામ વીડિયો યુટ્યૂબ દ્વારા ડીલિટ કરવામાં આવ્યા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ઢિંચાક પૂજાના વીડિયો પર એક વ્યક્તિએ કોપીરાઇટનો વાંધો ઉઠાવ્યો છે. આ કારણે વીડિયોઝ ડીલિટ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો આને યુટ્યૂબની આઝાદી ગણાવી રહ્યાં છે, તો કેટલાક આ વાતથી નિરાશ પણ છે. ટ્વીટર પર આ અંગેના અનેક ફની ટ્વીટ્સ જોવા મળી રહ્યાં છે.

  • હોમ
  • મનોરંજન
  • યુ ટ્યુબ પર ધૂમ મચાવનારી ઢીંચાક પૂજાના વીડિયો કેમ દૂર કરાયા? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.