નોટબંધી બાદ જમા થયેલ જૂની નોટોની ગણતરી હજી ચાલી રહી છેઃ RBI ગવર્નર ઉર્જિત પટેલ
આ પહેલા તે જાન્યુઆરીમાં સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. સંસદીય સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના સાંસદ વીરપ્પા મોઇલીએ પટેલને વિતેલા મહિને બે વખત હાજર થવાની નોટિસ ફટકારી હતી, પરંતુ નાણાંકીય નીતિને પગલે પટેલે સમિતિ સામે હાજર રહ્યા ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્જિત પટેલે કહ્યું કે, પ્રતિબંધિત નોટ હાલમાં પણ નેપાળથી આવી રહી છે અને સહકારી બેંકોને તેને સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી છે. પોસ્ટ ઓફિસ પણ પોતાને ત્યાં રહેલી જૂની નોટો આરબીઆઈની પાસે જમા કરાવી રહી છે. આરબીઆઈ ગવર્નર નોટંબધી બાદ બીજી વખત સંસદીય સમિતિના સવાલોના જવાબ આપવા માટે તેની સામે હાજર થયા હતા.
નોટબંધી દરમિયાન આ બન્ને કરન્સી નોટ પાછી ખેંચી લેવાઈ હતી, જેને પગલે લોકોએ બેન્કોમાં આ નોટ જમા કરાવી હતી. નાણાં અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ઉર્જિત પટેલ બુધવારે આમ કહ્યું હતું. એક સાંસદે ચોક્કસ સવાલ કર્યો હતો કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કેટલી નોટ ૩૦ ડિસેમ્બર સુધીમાં બેન્ક પાસે આવી છે. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં કુલ ૧૫.૪ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટ ફરી રહી છે, જે નોટબંધી અગાઉના સમયમાં ૧૭.૭ લાખ કરોડની હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ બુધવારે સંસદીય સમિતિની સામે હાજર થયા અને તેમણે જણાવ્યું કે, નોટબંધી બાદ જમા થયેલ જૂની નોટોની ગણતરી હાલમાં જારી છે. તેની ગમતરી એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ગણતરીમાં લાગેલ કર્મચારીઓને રવિવાર ઉપરાંત કોઈ રજા નથી આપવામાં આવતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -