દીપિકા સાથે ઈન્ટરવ્યૂમાં સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને મનોજ બાજપાઈ પણ હતા. અહીં વિજયને પૂછવામાં આવ્યું કે ભારતીય સિનેમામાં તે કયા કલાકારો પાસે સલાહ લેવા માગે છે. તેના જવાબમાં વિજયે કહ્યું, દીપિકા અને આલિયા પર તેનો ક્રશ છે. તે આ બંને પાસે સલાહ લેતો પરંતુ હવે દીપિકાને લગ્ન કરી લીધા છે. તેના પછી દીપિકાએ વિજયને વાત કરતાં અટકાવતાં કહ્યું, આલિયા પણ લગ્ન કરવા જઈ રહી છે.
તો આલિયા કહે છે, 'એક્સક્યૂઝ મી, તમે આ વાતની જાહેરાત કેમ કરી રહ્યા છો.' આ વાત પર દીપિકા હસવા લાગી અને કહ્યું કે બસ મેં એમ જ કહી દીધું. દીપિકાએ ભલે આલિયાના લગ્ન વિશે જણાવી પીછેહઠ કર્યું હોય પણ તેણે સંકેતમાં તેના લગ્ન અંગે જણાવી દીધું. હવે એ જોવાનું છે કે ક્યારે આલિયા અને રણબીરના લગ્ન થાય છે. હાલ બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.