સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સતત તપાસ ચાલી રહી છે અને ઘણી નવી વાતો પણ સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ નવું-નવું સામે આવી રહ્યું છે. ઘણી મોટી પ્રોડક્શન હાઉસ અને સુશાંતના નજીકના મિત્રોની પૂછપરછ થઈ ચૂકી છે. સુશાંત સિંહના મોત બાદ ઘણી જગ્યા મોટા સેલેબ્સ વિરૂદ્ધ અલગ-અલગ જગ્યાએ ફરિયાદો કરવામાં આવી છે. ઘણાં લોકો આ ઘટનાને સુસાઈડ કહી રહ્યાં છે તો ઘણાં લોકો હત્યા થઈ હોય તેવું માની રહ્યાં છે. હાલમાં જ સુશાંત સિંહના પરિવારજનોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની વિરૂદ્ધ FIR દાખલ કરવાની છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રિયાએ સુશાંતના આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો અને સુશાંત સિંહ પાસેથી પૈસા કઢાવ્યા હતાં.
સુશાંત સિંહની હત્યાની તપાસમાં એક વાત સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. રિયા ચક્રવર્તી પર પ્રેમની જાળમાં ફસાવીને સુશાંત પાસેથી પૈસા કઢાવ્યા અને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો તેનો આરોપ લગાવ્યો છે. આ વાતના ખુલાસા બાદ પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે પરંતુ હવે પોલીસની તપાસ હવે રિયા પર અટકી ગઈ છે.
સુશાંતના પિતા કેકે સિંહે પેટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. કેકે સિંહે ઘણી ફિલ્મી હસ્તીઓ પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો તેનો આરોપ લગાવ્યો છે. પરંતુ તેમણે કોઈને પણ નામજોગ આરોપી તરીકે નામ લખાવ્યું નથી. આ સાથે જ કેકે સિંહે સુશાંતના એકાઉન્ટથી 17 કરોડ રૂપિયા નિકાળવાની વાત પણ સામે આવી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ પર પૈસા કઢાવવાનો આરોપ છે.
સુશાંત સિંહ રાજપૂતને લઈને લોકો સતત ઈમોશનલ થઈ રહ્યાં છે અને ચાહકોએ ઈચ્છે કે સુશાંતનું સત્ય બહાર આવે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રિયા ચક્રવર્તીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ સાથે તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસ આ ઘટનામાં હજુ સુધી રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભંસાલી અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મની દુનિયા સાથે જોડાયેલા મોટા ચહેરાની પૂછપરછ કરી ચૂકી છે. આ ઉપરાંત જલ્દી મુંબઈ પોલીસ ફિલ્મ મેકર કરણ જોહરની પૂછપરછ કરશે.
આ હોટ એક્ટ્રેસે સુશાંત પાસેથી 17 કરોડ રૂપિયા પડાવ્યા હતા ? સુશાંતના પરિવારે કરેલી ફરિયાદમાં બીજું શું શું છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 10:26 AM (IST)
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સતત તપાસ ચાલી રહી છે અને ઘણી નવી વાતો પણ સામે આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ નવું-નવું સામે આવી રહ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -