જુલાઈના 28 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના ૨૫૩૩૯ કેસ નોંધાયા છે અને 525 લોકોના મોત થયા છે. ગુજરાતમાં હાલમાં ૧૩૧૯૮ એક્ટિવ કેસ છે અને ૮૭ દર્દી વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 199, અમદાવાદ કોર્પોરેશનમાં- 147, સુરત 94, વડોદરા કોર્પોરેશનમાં-75, રાજકોટ કોર્પોરેશન- 49, દાહોદ 38, ગાંધીનગર 35, બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર 32, રાજકોટ 30, અમરેલી 26, જામનગર કોર્પોરેશન 22, નવસારી 21, ભાવનગર 20, મહીસાગર 20, ભરૂચ 19, પંચમહાલ 19, ભાવનગર કોર્પોરેશન 18, મહેસાણા 18, પાટણ 18, વલસાડ 18, નર્મદા 16, વડોદરા 16, ગીર સોમનાથ 15, ખેડા 13, આણંદ 11, જૂનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 10, અમદાવાદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, બોટાદ 8, સાબરકાંઠા 8, તાપી 6, જૂનાગઢ 5, જામનગર 4, પોરબંદર 4 અને અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.
આ સાથે કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં ૨૬ હજાર જ્યારે સુરતમાં ૧૨ હજારને પાર થયો છે. એક્ટિવ કેસનું પ્રમાણ હવે અમદાવાદ કરતાં સુરતમાં વધુ છે. સુરતમાં એક્ટિવ કેસ ૩૫૪૫ જ્યારે અમદાવાદમાં ૩૩૨૯ છે. જૂન માસના અંતે સુરતમાં ૧૪૩૮ એક્ટિવસ કેસ હતા.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૩૨ દર્દીઓ સાજા થયા હતા. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓ હવે ૪૨૪૧૨ છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ ૨૪૮, અમદાવાદમાંથી ૧૬૬, રાજકોટમાંથી ૭૧, વડોદરામાંથી ૫૧ દર્દીઓને રજા અપાઇ હતી.