મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક એક્ટરના બીજા એક્ટરના કોઈ રિલેટીવ સાથે લગ્ન કરવા એ કોઈ નવી વાત નથી. અનિલ કપૂરે રણવીર સિંહની આંટી સાથે લગ્ન કર્યા છે. જ્યારે આમિર ખાનની દૂરની સંબંધી પાકિસ્તાન સિંગર એક્ટર અલી જફરની પત્ની છે. એવામાં બી ટાઉનમાં ઘણાં એક્ટર્સ છે જે એક બીજના સંબંધી થાય છે. જોકે હવે દીપિકા પાદુકોણ અને અમૃતા રાવ પણ સંબંધી બની ગયા છે.



દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં જ એક લગ્નમાં ગયા હતા. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દીપિકા રણવીર પોતાના એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. દીપિકાના કઝિન ભાઈના લગ્ન હતા.



દીપિકા પાદુકોણના કઝિન ભાઈના લગ્ન એક્ટ્રેસ અમૃતા રાવની કઝિન બહેન સાથે થયા છે. મતલબ હવે દીપિકા અને અમૃતા રિયલ લાઈફમાં સંબંધી બન્યા. લગ્નમાં અમૃતા રાવ પતિ આરજે અનમોલ સાથે આવી હતી. બંનેની તસવીર પણ સામે આવી છે. આટલું જ નહીં લગ્નમાં દીપિકા અને અમૃતા એકબીજાને ગળે મળતાં પણ જોવા મળ્યા.


સંબંધી બન્યા બાદ દીપિકા અને અમૃતાનું બોન્ડિંગ જોવા મળ્યું અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. રિપોર્ટ મુજબ, દીપિકા અને અમૃતા લગ્નમાં કોંકણી ભાષામાં એકબીજા સાથે વાતો કરતાં જોવા મળ્યા.


જણાવી દઈએ કે, અમૃતાએ 7 વર્ષ સુધી આરજે અનમોલ સાથે ડેટિંગ કર્યા બાદ મે 2016માં લગ્ન કર્યા. લાંબા સમયથી એક્ટિંગથી દૂર અમૃતા છેલ્લે ફિલ્મ ‘ઠાકરે’માં જોવા મળી હતી. તો દીપિકા હાલ ફિલ્મ ‘છપાક’ના શૂટિંગમાં બિઝી છે.