Dilip Kumar Death:બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેજેન્ડ્રીલ આટિસ્ટને અલવિદા કહીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ફિલ્મી સફર શાનદાર રહ્યો પરંતુ આ ટ્રેજેડિ કિંગની લવ લાઇફ ટ્રેજિક રહી. તેમણે મધુબાલાને કરેલો વાયદો પણ અધૂરો રહ્યો. 


બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. તેમના નિધન સમયે તેમની અને મધુબાલાની અધૂરો પરંતુ યાદગાર પ્રેમ કહાણીને આજે મીડિયાના દરેક પ્લેટફોર્મ પર યાદ કરવામાં આવી રહી છે. મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી અધુરી ગઇ. જો કે આ સિવાય પણ તેમણે મધુબાલાને એક વાયદો કર્યો હતો. જે પણ અધૂરો રહી ગયો


મીડિયા સમક્ષ આપેલા એક ઇન્ટરવ્યુમાં દિલીપ કુમારે એ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "મધુબાલાના બીમારીના સમસમાં હું તેમને મળ્યો હતો અને એક વાયદો પણ કર્યો હતો. જો કે હું એ વાયદો પુરો ન કરી શક્યો" દિલીપ કુમારને આ વાતનો રંજ હતો. શું હતો એ વાયદો જે દિલીપ કુમાર પુરો ન કરી શકયા જાણીએ. 


મધુબાલાને કરેલો આ વાયદો ન થયો પુરો
1966માં મધુબાલા બીમાર હતી. તેની સ્થિતિ ગંભીર હતી. તેમણે દિલીપ સાહેબને મળવા બોલાવ્યાં હતા. આ મુલાકાતનો ઉલ્લેખ કરતા દિલીપ કુમારે કહ્યું હતું કે, " તે મરવા ન હતી માંગતી, મને ખૂબ જ અફસોસ થયો, જ્યારે તેમને મને પૂછ્યું કે, જો હું સાજી થઇશ જઇશ તો તું ફરી મારી સાથે ફિલ્મમાં કામ કરીશ?" આ સમયે દિલીપ કુમારે કહ્યું હતું કે, " તું જરૂર સાજી થઇ જઇશ, તું સાજી જ છો. મે તેમને વાયદો કર્યો હતો કે, હાં, હું તેમની સાથે ફિલ્મમાં કામ કરીશ પરંતુ આ વાયદો હું પુરો ન કરી શક્યો"
જે સમયે મધુબાલનું નિધન થયું તે સમયે દિલીપ કુમાર મદ્રાસમાં ફિલ્મ ગોપીની શૂટિંગમાં વ્યવસ્ત હતા. સાંજ સુધીમાં જ્યારે તે ફરી મુંબઇ પહોચ્યાં તો ત્યાં સુધીમાં મધુબાલાની અંતિમ વિધિ પણ થઇ ચૂકી હતી. તે તેમની અંતિમ ઝલક પણ ન હતા જોઇ શક્યા. તે સીધા જ કબ્રસ્તાન પહોંચ્યા હતા અને બહુ લાંબા સમય સુધી કબ્રસ્તાન પાસે જ ઉભા રહયાં હતા.