બુધવારે ભારતમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ત્રણ સપ્તાહની ટોચે પહોંચીને ઘટ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ઓગસ્ટ વાયદો 72 રૂપિયાની તેજી સાથે 47756 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે આગળા દિવસનો બંધ ભાવ 47684 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો સામાન્ય તેજી સાથે 69541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. ગઈકાલે એમસીએક્સ પર ચાંદીનો વાયદો 70000 રૂપિયાથી ઘટીને 69512 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો.
જણાવીએ કે, 22 કેરેટ સોનાનો ભાવ 320 રૂપિયા વધીને બુધવારે 46750 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર ચાંદીનો ભાવ પણ 200 રૂપિયાની તેજી સાથે બુધવારે 70600 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ડોલર નબળો પડવાને કારણે ગોલ્ડ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
જાણો દેશના મુખ્ય શહેરમાં સોનાનો કેટલો ભાવ છે
દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ - મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 46750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈ – ચેન્નઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 45200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા – કોલકાતામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 47050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલોર – બેંગલોરમાં 22 કેરેટ સોનાનો ભાવ 44400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદ્રાબાદ – હૈદ્રાબાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 44400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કેરળ - કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
પુણે – પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનઉ – લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 46550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
પટના – પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ 46750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.