Dilip Kumar Funeral: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક,રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય

આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Jul 2021 07:05 PM

બ્રેકગ્રાઉન્ડ

બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા.આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ...More

દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક

દિલીપ કુમારને જુહુના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારને રાજકીય સન્માનસાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ  દરમિયાન તેમનો પરિવાર  જ નહીં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.