Diljit Dosanjh On Kangana Ranaut: તાજેતરમાં પંજાબ પોલીસે કટ્ટરપંથી શીખ ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી, જે બાદ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ કંગનાના ટોણા બાદ દિલજીતે પણ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે.
કંગનાની ચેતવણી બાદ દિલજીતે મૌન તોડ્યું
દિલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પંજાબીમાં લખ્યું, ‘મેરા પંજાબ ફલતા ફૂલતા રહે’ ગાયક-અભિનેતાએ તેની પોસ્ટમાં ફોલ્ડ હેન્ડ ઇમોજી પણ ઉમેર્યું છે. જો કે કંગનાની આ પોસ્ટ પર કોઈ સીધી પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કંગનાએ દિલજીતને આ ચેતવણી આપી હતી
અગાઉ કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલજીતને પોલીસ દ્વારા ધરપકડ સામે ચેતવણી આપી હતી. તેણે 'પોલ્સ આ ગઇ પોલ્સ'નો ઉપયોગ કર્યો હતો જે પંજાબ પોલીસની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યું છે. કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટમાં દિલજીત દોસાંઝને ચેતવણી આપી હતી કે, “ખાલિસ્તાનીઓને સમર્થન આપનારા બધા યાદ રાખો કે આગળનો નંબર તમારો છે, પોલ્સ આવી ગઇ છે. આ એ સમય નથી જ્યારે કોઈ કંઈ પણ કરતું હતું. દેશ સાથે દગો કરવાનો કે તોડવાનો પ્રયાસ કરવો હવે મોંઘો પડશે, પોલીસ અહીં છે. હવે તેઓ જે ઈચ્છે તે નહી કરી શકે. દેશ સાથે ગદ્દારી કરવી છે તમને મોંઘી પડશે.
કંગનાએ બીજી પોસ્ટ કરીને દિલજીત પર નિશાન સાધ્યું
કંગનાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું, “પહેલાં તો આ દિલજીત ખૂબ ધમકીઓ આપતો હતો. હવે તેઓ ક્યાં છુપાઈને બેઠા છે બધા. કોના દમ પર ઊછળી રહ્યા હતા અને હવે કોના ડરથી ડરી ગયા?? મહેરબાની કરીને સમજાવો
વર્ષ 2020માં કંગના અને દિલજીત વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું
તમને જણાવી દઈએ કે કંગના અને દિલજીત દોસાંઝ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ 2020માં શરૂ થયું હતું જ્યારે દિલજીતે તેને ખોટો દાવો કરવા બદલ સુધાર કર્યો હતો અને કહ્યું હતું કે કિસાન વિરોધમાં ભાગ લેનારી વૃદ્ધ શીખ મહિલા શાહીન બાગ દાદી, બિલકિસ બાનો જેવી જ મહિલા છે. તે બાદ તેઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બંનેએ એકબીજા પર ખૂબ જ ખરાબ રીતે નિશાન સાધ્યું હતું