Kiran Patel News:  મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. શીલજમાં રિનોવેશનના નામે 35 લાખ પડાવી ફરિયાદીના બંગલાનો કબજો પણ મેળવી લીધો હતો. ફરિયાદીને પોતે અધિકારી હોવાનો રોફ જમાવી ગેરમાર્ગે દોરી પૈસા અને મિલકત પડાવી લીધી હતી. ફરિયાદીએ રિનોવેશન કરવા આપેલા બંગલામાં કિરણ પટેલે પૂજા વાસ્તુ કરાવી રહેવા લાગ્યો હતો.


મોબાઇલ ફોનની ડિટેલ સાબિત થશે મહત્વની


ગેરકાયદેસર રીતે ઝેડ પ્લસ સિક્યોરીટી આપવાના મામલે પોલીસ માટે તપાસમાં કિરણ પટેલના બે મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ પણ મહત્વની સાબિત થશે.  પ્રાથમિક તપાસમાં શ્રીનગર પોલીસને ગુજરાતના ઘણા રાજકીય નેતાઓ , વ્યસાયિકો સાથે થયેલા કોલ ઉપરાંત, દિલ્હીમાં પણ અનેક લોકો સાથે નિયમિત રીતે તે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.


ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.જેમાં તે ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે મીટીંગ કરી હતી.  જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી છે અને  કિરણ પટેલની પુછપરછ કરી રહી છે. જો કે તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી. ત્યારે બીજી તરફ ગુરૂવારે કિરણ પટેલની જામીન અરજી પર શ્રીનગર કોર્ટ ચુકાદો આપી શકે છે. જ્યારે અમિત પંડયા અને જય સીતાપરાને કોર્ટમાં શુક્રવાર સુધીમાં રજૂ કરી શકે છે. જ્યારે પોલીસે જમ્મુ-કાશ્મીરના વેપારીઓના નિવેદનો પણ નોંધ્યા છે.ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસનો દૌર તેજ બન્યો છે. જેમાં અમિત પંડયા અને જય સીતાપરાને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે  કિરણ પટેલ સાથે આવવા અંગે સંતોષકારક જવાબ આપ્યા નહોતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર કેસમાં નવો વંળાક આવ્યો છે. તો બીજી તરફ કિરણ પટેલે શ્રીનગર કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનવણી ગુરૂવારે કરવામાં આવશે.  જ્યારે જય સીતપરા અને અમિત પંડયાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે રાજસ્થાનને ત્રિલોકસિંગ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર થયો નહોતો.નોંધનીય છે કે બીજી માર્ચે કિરણ પટેલની ધરપકડ બાદ જય સીતાપરા,  અમિત પંડયા અને ત્રિલોકસિંગને જવા દીધા હતા. જેથી જમ્મુ કાશ્મીર પોલીસ શંકાના ઘેરાવામાં આવી હતી. જો કે કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લેતા તેમના વિરૂદ્વ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત, પોલીસે કિરણ પટેલ સાથે તેેની મુલાકાતો દરમિયાન જમ્મુ-કાશ્મીરના વેપારીઓ અને અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જો કે આ સમગ્ર કેસમાં કિરણ પટેલને ખરેખર ક્યા  દસ્તાવેજોના આધારે ઝેડ પ્લસ સિક્યોરીટી મળી તે અંગે હજુ સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખુલાસા કરી શક્યા નથી.જ્યારે કિરણ પટેલ ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશની મુલાકાતે પણ ગયો હતો. તે સમયે તેણે ઝેડ પ્લસ કે અન્ય સિક્યોરીટી લીધી નહોતી. પણ પીએમઓ સાથે સીધો સંપર્ક ધરાવતો હોવાનું કહીને વેપારી અને બિલ્ડર એસોશીએશન બેઠકો યોજી હતી. જેથી ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર ખાતે પહોંચી છે અને કિરણ પટેલની પુછપરછ શરૂ કરી છે.