પાકિસ્તાનમાં 'મુલ્ક' મૂવી બેન થતાં ભડક્યો આ ડિરેક્ટર, પાકિસ્તાનીઓને આપી દીધી આ સલાહ
ડાયરેક્ટરે કહ્યું કે હું ઇચ્છતો હતો કે તમે આને લીગલી જુઓ, પણ જો જરૂરી લાગે તો તમે આને ઇલલિગલી પણ જુઓ. જોકે, અમારી ટીમ પાયરસી રોકવા માટે ખુબ મહેનત કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આ અગાઉ પાકિસ્તાનમાં વીરે દી વેડિંગને પણ બેન કરવામાં આવી હતી, ઇદ દરમિયાન રેસ-3ને પણ બેન કરી હતી. મુલ્ક ધર્મના નામે થનારી રાજનીતિ પર કેન્દ્રીત છે. ભારતમાં આ ખુબ ચર્ચામાં છે. આમાં કોર્ટ રૂમ ડ્રામમાં એક મુસ્લિમ પરિવારની કહાની બતાવવામાં આવી છે, જેને આતંકવાદી હોવાના શકમાં પકડી લેવામાં આવે છે.
તેમને કહ્યું કે, હું જાણું છું, પહેલા કે પછી તમે આ ફિલ્મ જોઇ જ લેશો. કુપા કરીને ફિલ્મ જુઓ અને તમારો મત આપો કે કેમ આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા બેન કરવામાં આવી.
અનુભવે કહ્યું કે, પ્રિય પાકિસ્તાનના નાગરિકો મે તાજેતરમાંજ 'મુલ્ક' નામની ફિલ્મ બનાવી છે, જેને કાયદેસર રીતે તમારા દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના કારણે તમે નથી જોઇ શકતાં. મને યાદ છે જ્યારે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનમાં આની વિરુદ્ધ કેટલાય લોકોએ લખ્યું હતું. કેટલાક મુસ્લિમો આને સમર્થનમાં માને છે તે તો કેટલાક પોતાને પારંપરિક ગણાવે, આ વિરોધાભાષી છે, પણ સાચુ છે.
મુંબઇઃ ઋષિ કપૂર અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'મુલ્ક' ત્રીજી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે, પણ આને છેલ્લા સમયે પાકિસ્તાની સેન્સર બોર્ડે પોતાના દેશમાં બેન કરી દીધી છે. આનાથી ગુસ્સે ભરાયેલા ફિલ્મ નિર્દેશકે અનુભવ સિન્હાએ ટ્વીટર પર એક લેટર પૉસ્ટ કરીને પાકિસ્તાનીઓને એક અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -