બોલીવુડની મુસ્લિમ સેલિબ્રિટી યુવતીએ પોતાનાં બાળકો હાથ જોડીને પૂજા કરે છે તેવી તસવીર મૂકતાં કટ્ટરવાદીઓ તૂટી પડ્યા.....
નોંધનીય છે કે, ફરાહ ખાને પોતાના ધર્મથી અલગ જઈને જાણીતા ફિલ્મમેકર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. આ રીતે તેના બાળકો પણ બન્ને ધર્મના રીતિ રિવાજો માનીને મોટા થઈ રહ્યા છે. ફરાહ ખાનને ત્રણ સંતાન છે.
કોઈએ એને આ રીતે નવું વરસ સેલિબ્રેટ કરવું એ ખોટું હોવાનું જણાવ્યું તો કોઈએ કહ્યું ફરાહ એના ધર્મથી ભટકી ગઈ છે. જોકે એક ઇન્ટરવ્યૂમાં ફરાહે કહ્યું કે, લોકો કંઈ પણ કહે મને કંઈ ફરક પડતો નથી. આ મારું ઇન્સ્ટાવોલ છે, મારે આ અંગે કોઈ સાથે વાત નથી કરવી મારાં બાળકોના કેવા ફોટા શેયર કરવા એ મારો નિર્ણય છે.
નવી દિલ્હીઃ આજકાલ ધર્મ અને પોતાના વિચારોને કારણે કોઈપણ બોલિવૂડ સ્ટારનું ટ્રોલ થવું સામાન્ય વાત છે. જ્યારે સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતું ત્યારે ફિલ્મમેકર ફરાહ ખાને પણ પોતાના બાળકોની પૂજા કરતી તસવીર શેર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ તસવીર શેર કરતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.