✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટૂંક સમયમાં બજારમાં આવશે 7 કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2019 08:05 AM (IST)
1

2

નવી દિલ્હીઃ ટૂંકમાં જ 7 કેમેરાવાળો સ્માર્ટફોન બજારમાં આવી રહ્યો છે. આ ફોન આ મહિને લોન્ચ થઈ શકે છે. ફોનનું નામ Nokia 9 PureView છે. અત્યાર સુધી આવેલ અનેક વીડિયો અને ઇમેજમાં Nokia 9 PureView ના ફીચર્સ સામે આવી ચૂક્યા છે.

3

અહેવાલ મળી રહ્યા છે કે નોકિયાનો આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે આવી શકે છે. જો કે, અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે HMD ગ્લોબલ નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. જો કિંમતની વાત કરીએ તો તેની કિંમત 4, 799 યુઆન (લગભગ 50,600 રૂપિયા) હોઇ શકે છે.

4

આ સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા તેનું મહત્વપૂર્ણ સેલિંગ પોઇન્ટ હોઇ શકે છે. અત્યાર સુધી સામે આવેલા લીક રિપોર્ટસ પ્રમાણે, આ સ્માર્ટફોનના બેકમાં બે કેમેરા 12-12 મેગાપિક્સલના હશે. જ્યારે, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે, જ્યારે પાંચમો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. Nokia 9 PureViewના પાછળ આપવામાં આવેલા સેટઅપમાં LED ફ્લેશ અને IR સેન્સર અને લેજર ઓટોફોક્સ પણ હોઇ શકે છે.

5

કહેવાય છે કે, ફોનમાં સારો પોટ્રેટ મોડ અને દમદાર Bothie પરફોર્મન્સ હોઇ શકે છે. જો કે, ફેસ રેકગ્નિશન ફીચરને લઇને અત્યાર સુધી કોઇ વાત સામે આવી નથી. લીક રિપોર્ટ્સના મતે, Nokia 9 PureViewમાં 6 ઇંચની ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શનની સાથે આવી શકે છે.

  • હોમ
  • ગેજેટ
  • ટૂંક સમયમાં બજારમાં આવશે 7 કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.