મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને રોજ અનેક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતનું શબ 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર લટકેલ જોવા મળ્યું હતું. સુશાંત સિંહની મોત પહેલા તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું 9 જૂનના રોજ મોત થયું હતું. અહેવાલ હતા કે દિશાએ મલાડ સ્થિત બિલ્ડિંગના 12માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી.


પરંતુ ટાઇમ્સ નાઉ ચેલના અહેવાલ અનુસાર ભાજપના સાંસદ નારાયણ રાણેએ આ મામલે સનસનીખેજ ખુલાસા કરતાં કહ્યું કે, સુશાંતની પૂર્વ મેનેજરનો રેપ અને હત્યા કરવામાં આવ્યા છે. રાણેએ ત્યાં સુધી કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ પ્રવક્તા સાઇના એનસીએ પણ કહ્યું કે, આ કેસમાં ગંભીર વસ્તુઓ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે, સીબીઆઈ તપાસમાં એ બધું સુનિશ્ચિત થઈ શકશે જે લોકોની સામે છે.

આ પહેલા બિહારની નીતીશ સરકારે સુશાંતના પિતાની માગ પર કેન્દ્ર સરકારને મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, આ ખૂબ જ જરૂરી હતું. મુંબઈ પોલીસ અમને તપાસમાં સહયોગ કરી રહી ન હતી, માટે સીબીઆઈ હવે તેની તપાસ કરશે.