નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કાશ્મીરમાં 2 લાખ સ્માર્ટ મીટર લગાવવા ચીની કંપની સાથે કરાર કર્યા હોવાના સમાચાર કેટલાક મીડિયામાં પ્રસારિત થયા છે. સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર વાયરલ થયા છે ત્યારે મોદી સમાચારે સ્પષ્ટતા કરી છે કે, આ સમાચાર સદંતર ખોટા છે.


મોદી સરકારે સ્પષ્ટકા કરી છે કે, કાશ્મીરમાં 2 લાખ સ્માર્ટ મીટર લગાવવાનમો કરાર ભારતીય કંપની સાથે કરાયો છે. પીઆઈબી દ્વારા ટ્વિટ કરીને માહિતી અપાઈ છે કે, ઉર્જા મંત્રાલય હેઠળની વીજ વિતરણ કંપનીના જનસંપર્ક અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, કાશ્મીરમાં 2 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો કરાર ભારતીય કંપનીને અપાયો છે. આ કંપનીનું નામ મે. ટેતનો ઈલેક્ટ્રિક એન્ડ એન્જીનિયરિંગ કંપની છે અને તેને 1.155 લાખ મીટર લગાવવાનો કરાર સપ્ટેમ્બર, 2019માં અપાયો હતો.