નવી દિલ્હીઃ પોતાની આગામી ફિલ્મ મલંગના શૂટિંગમાં વ્યસ્ત દિશા પટની એક સીક્વન્સના શૂટ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ છે. દિશા આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. એન્ટરટેનમેન્ટ વેબસાઈટના અહેવાલ અનુસાર, દિશા મલંગના સેટ પર ઈજાગ્રસ્ત થઈ છે. ત્યાર બાદ તરત જ તેને પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો.


મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે દિશાને ઈજા થઈ હતી. જોકે જોકે વેનિટી વેનમાં તરત જ તેને ઈન્જેક્શન આપી દીધું. જેથી તેને ઘણી રાહત મળી. રાહત મળતા જ તેણે ફરી શૂટિંગ શરૂ કર્યું હતું.

જણાવી દઈએ કે ફિલ્મ ‘ભારત’ના સેટ પર ફ્લિપ, ફાયર હૂપ અને જંપ દરમિયાન દિશાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ વિશે હાલમાં જ દિશાએ જણાવ્યું હતું તે તેની ઈજા હજુ સુધી સંપૂર્ણ રીતે મટી નથી.


દિશાની ફિલ્મ ‘મલંગ’માં તેના ઉપરાંત આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 2020માં 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.