અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. સિનેમાઘરો બાદ આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર પણ પસંદ કરવામાં આવી રહી છે. પુષ્પામાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં જોવા મળી છે. હવે ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુન સાથે સામંથા રૂથ પ્રભુના આઈટમ સોંગે પુષ્પા ફિલમને અલગ જ ઓળખાણ આપી હતી. Oo Antava ગીત હજુ પણ લોકોની પ્લેલિસ્ટમાં સામેલ છે. સામંથાએ પોતાની ચાલથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. હવે ચાહકો પુષ્પાના બીજા ભાગ સાથે સામંથાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, પુષ્પાના બીજા ભાગમાં સામંથાનું આઈટમ સોંગ ફેન્સ જોઈ શકશે નહીં.
રિપોર્ટ્સ અનુસાર, સામંથાની જગ્યા બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની લઈ શકે છે. દિશાને ફિલ્મના પહેલા ભાગમાં એક આઈટમ સોંગની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી અને પછી તે સમંથાને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે દિશા પટની ફિલ્મના બીજા ભાગમાં આઈટમ સોંગ માટે તૈયાર થઈ ગઈ છે.
પુષ્પાના નિર્દેશક સુકુમારે પુષ્પા 2માં આ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. હવે સામંથાને બદલે દિશા પટની પુષ્પા 2માં શાનદાર ડાન્સ કરતી જોવા મળશે.
સામંથાએ આ વાત કહીઃ
તાજેતરમાં, ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે, સામંથાએ કહ્યું હતું કે તેના આઈટમ સોંગને માત્ર તેલુગુ પ્રેક્ષકોએ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પસંદ કર્યું છે. મારી બાકીની ફિલ્મો માટે લોકો મને ભૂલી ગયા છે અને મને Oo Antava માટે ઓળખવા લાગ્યા છે.
પુષ્પા ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. તમિલ અને તેલુગુની સાથે આ ફિલ્મને હિન્દી ભાષામાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મથી અલ્લુ અર્જુનનો પુષ્પા અવતાર દરેક ચાહકના મનમાં છપાઈ ગયો છે.