સુરતઃ નવસારી બજાર પૂતળી પાસે યુવતીના હાથમાંથી મોબાઇલની ચીલ ઝડપ કરી ટુ વ્હીલર પર આવેલ યુવાન ફરાર થઈ ગયો હતો. નજીકમાં લાગેલા cctvમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, લાલ કલરનું સ્કૂટી લઈને આવી રહેલો યુવક રોડ પર જઈ રહેલી યુવતીના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે. 




Surat : વેપારીના ઘરમાં ઘૂસી તોડકરના મહિલા PSI અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ


સુરતઃ રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. ઉમરા પોલીસનાના બે કોન્સ્ટેબલ અને એક PSIએ વેપારીના ઘરમાં ઘુસી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ કરવામા આવી હતી. વેપારીએ ફરિયાદ કરતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી આપી હતી. તપાસમાં પોલીસે તોડ કર્યાનું બહાર આવતા બે કોન્સ્ટેબલ અને એક PSIને સસ્પેંડ કરાયા છે. 


સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે 1 PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ઉમરા પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા છે. PSI કે. એન.ચોપડા, કોન્સ્ટેબલ હરેશ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહ સસ્પેન્ડ કરાયા છે. દારૂના ચેકીંગના બહાને વેપારીના ઘરમાં ઘુસી ખોટો કેસ કરી 4 લાખની લાંચ માંગી હતી.


ભાજપ સામે જીતવા ગુજરાતમાં કોંગ્રેસ કયા દિગ્ગજ ઇલેક્શન સ્ટ્રેટેજિસને ઉતારશે મેદાનમાં? આજે લેવાશે નિર્ણય
અમદાવાદઃ કોંગ્રેસનું આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના મુખ્ય નેતા અને કેન્દ્રીય નેતૃત્વ મંથન કરશે. જોકે, આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા હાજર નહીં રહી શકે. અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા સુખરામ રાઠવા દિલ્હી ન પહોંચી શક્યા. આથી સુખરામ રાઠવા વિધાનસભા પહોંચ્યા. આજે સાંજે 4 વાગ્યે બેઠક મળવાની છે. 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ ઇલેક્શન સ્ટ્રેટેજિસ પ્રશંત કિશોરને મેદાનમાં ઉતારવા અંગે આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. પ્રદેશના માળખામાં થનારી નિમણૂક અંગે ચર્ચા થશે. પ્રશાંત કિશોરની મદદ લેવા અંગે ચર્ચા થશે. આગામી ચૂંટણી અંગે ચર્ચા થશે. સામાજિક કાર્યકરો અને અન્ય પક્ષમાંથી નેતાઓને જોડવા અંગે ચર્ચા થશે. ચૂંટણીલક્ષી આંદોલનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા થશે. વિવિધ સમાજના પ્રશ્નો અંગે આંદોલનને લઈને ચર્ચા થશે. વિવિધ કમિટીની નિમણુંક અંગે ચર્ચા થશે.