બોડીગાર્ડે માર્યો ધક્કો
વાત એમ છે કે રવિવારે સાંજે જ્યારે દિશા ફિલ્મ જોવા માટે જુહૂના થિયેટર ગઈ હતી. થિયેટરમાંથી બહાર આવતા સમયે દિશા ચુપચાપ પોતાની કાર તરફ આગળ વધી રહી હતી. એવામાં પાપારાઝી તેની તસવીર લેવા માગતા હતા. એક ફોટોગ્રાફર તેની કારના દરવાજાની પાસે ઉભો હતો, ત્યારે દિશાનો બોડીગાર્ડે ધક્કો મારીને તેને પાછળ ધકેલી દીધો હતો. ફોટોગ્રાફરને પણ ગુસ્સો આવ્યો અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જો કે બંને વચ્ચે થયેલા આ વિવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાણીતા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે એક દિવસ તેવો નથી જતો જ્યારે કોઇ સમસ્યા ન આવી હોય. આ કામ સરળ નથી. અને અનેક વાર ખોટું થવા છતા લડત આપવી પડે છે. જો કે આ સાથે તેણે એમ પણ જણાવ્યું કે દિશાની મેનેજરે પાછળથી આ મામલે માફી માંગી હતી.
વર્કફંટની વાત કરીએ તો મલંગ પછી દિશા જલ્દી જ સલમાન ખાનની સાથે ફિલ્મ રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે પડશે. આ ફિલ્મમાં સલમાન અને દિશા સાથે જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા તથા ગૌતમ ગુલાટી પણ છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલિઝ થશે.