આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની ફિલ્મ 'મલંગ'એ બે દિવસમાં કરી 15 કરોડની કમાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Feb 2020 04:34 PM (IST)
એક્ટ્રેસ દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે સારી કમાણી કરી છે.
મુંબઈ: એક્ટ્રેસ દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે સારી કમાણી કરી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ થિયેયરમાં રિલીઝ થઈ હતી. ક્રિટિક તરફથી ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા. 'મલંગ' ફિલ્મે બીજા દિવસે 8.89 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બે દિવસમાં કુલ 15.60 કરોડની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ દિવસે 6.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મલંગની સાથે અન્ય 6 જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે. રિલીઝ થયેલી અન્ય ફિલ્મો કરતા મલંગ ખૂબ સારી કમાણી કરી રહી છે. 'મલંગ'ની કમાણીમાં બીજા દિવસે ગ્રોથ જોવા મળ્યો છે. આદિત્ય રોય કપૂરની સોલો હિરો તરીકે આ ફિલ્મ હાઈએસ્ટ ઓપનિંગ છે. ફિલ્મે પ્રથમ દિવસે 6.71 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 8.89 કરોડની કમાણી કરી છે. આદિત્ય અને દિશા પટણીની ફિલ્મે કુલ બે દિવસમાં 15.60 કરોડની કમાણી કરી લીધી છે.