મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે સારા સમાચાર છે. આ સીરિયલમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી સીરિયલમાં પાછી ફરશે મીડિયા રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ સીરિયવમાં વાપસી કરવાનો નિર્ણય કર્યો છે અને 18 મેથી તારક મહેતાના સેટ પર શૂટિંગ કરશે.
આ અંગે સીરિયલના સર્જકો તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો કે મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશા વાકાણી શોમાં પાછી ફરવા માટે માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલી એક વ્યક્તિને મળીને ઈચ્છા વ્યક્ત કરી હતી.
હાલ દિશા વાકાણી શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની ઇટલીથી વાપસીની રાહ જોઈ રહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દિશા વાકાણી 18 મેથી શોનું શૂટિંગ શરૂ કરશે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા…શોમાં દિશા વાકાણી પાછી ફરશે તેવી અટકળો વહેતી થઈ છે.
દિશા વાકાણીની લોકપ્રિયતા બહુ છે તેથી આ ભૂમિકા માટે હજુ સુધી બીજા કોઈને નથી લેવાઈ. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યારથી તે શોમાંથી ગાયબ છે. હવે 18મી મેથી દિશા શોમાં કમબેક કરશે કે નહીં તે જોવા જેવું રહેશે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી આવશે, જાણો ક્યારથી શરૂ કરશે શૂટિંગ ?
abpasmita.in
Updated at:
10 May 2019 11:25 AM (IST)
મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશા વાકાણી શોમાં પાછી ફરવા માટે માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલી એક વ્યક્તિને મળીને ઈચ્છા વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -