'તારક મહેતા'માં પાછા આવવા દયાભાભી દિશાએ વધારી ફી, જાણો એક એપિસૉડના કેટલા મળશે ને ક્યારે કરશે પુનરાગમન?
ઉલ્લેખનીય છે કે, દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી બેબી બર્થને લઇને શૉમાંથી મેટરનિટી લીવ પર હતી. દિશાએ 2015માં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કરી લીધા હતા. 30 નવેમ્બર તેને પુત્રીને સ્તુતિને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તે મેટરનિટી લીવ પર છે.
આ ઉપરાંત અન્ય એક રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીએ શૉમાં વધુ સમય આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. દિશાની બીજી શરત છે કે તેને 15 દિવસ માટે 11 થી 6ના સમય સુધી કોઇપણ જાતનું શૂટિંગ હોય તો તે પુરુ કરી દેવું. જો દિશાની આ ડિમાન્ડ મેકર્સ માની લેશે તો દયાભાભી શૉમાં નેક્સ્ટ મંથથી પુનરાગમન કરશે.
દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીએ શૉ મેકર્સ પાસે શૉમાં વાપસી કરવા માટે એક મોટી શરત મુકી છે. રિપોર્ટ્ અનુસાર, દિશા વાકાણીએ મેકર્સને કહ્યું છે કે તે શૉમાં પરત ફરી શકે છે પણ તેની ફી 1.50 લાખ રૂપિયા પ્રતિ એપિસૉડ કરી દેવામાં આવે. અત્યાર સુધી દિશા વાકાણીની ફી 1.25 લાખ પ્રતિ એપિસૉડ ચાલી રહી છે.
મુંબઇઃ ટીવીનો ફેમસ શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં લોકપ્રિય પાત્ર દયા ભાભી ઉર્ફે દિશા વકાણી હવે શૉમાં ફરીથી દેખાઇ શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી મેટરનિટી લીવ પર ગયેલી એક્ટ્રેસે શૉમાં વાપસી માટે શૉ મેકર્સ સામે એક મોટી શરત પણ મુકી છે.