સચિન-સેહવાગની જોડીને પાછળ છોડીને રોહિત-ધવને બનાવ્યો નવો રેકોર્ડ
સૌથી સફળ ઓપનિંગ પાર્ટનરશીપની વાત કરીએ તો ભારતમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનું નામ સૌથી ઉપર આવે છે. આ ઓપનિંગ જોડીએ 136 ઇનિંગમાં 21 વખત 100થી વધારે રનની પાર્ટનરશીપ કરી છે. આ સાથે જ તેમણે 6609 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જોડીએ 13મી વખત 100 કરતાં વધારે રનની ભાગીદારી કરી હતી. આ રીતે તેમણે પ્રથમ વિકેટ માટે સૌથી વધારે વખત 100 રનની પાર્ટનરશીપ કરવાના મામલે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધા છે. આ બન્ને દિગ્ગજ જોડીએ 12 વખત 100 કરતાં વધારે રનની ભાગીદારી કરી હતી. સેહવાગ અને સચિને 93 ઇનિંગમાં 42.13ની એવરેજ સાથે 3919 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ રોહિત શર્મા અને શિખર ધવનની જોડી વનડે ક્રિકેટમાં ખૂબ જ સફળ રહી છે. રવિવારે દુબઈમાં એશઇયા કપના મેચમાં પાકિસ્તાને જ્યારે ભારતને 238નો ટાર્ગેટ આપ્યો ત્યારે ભારતને એક મજબૂત ઓપનિંગ ભાગીદારીની જરૂર હતી અને રોહિત-ધવને ભારતને મજબૂત શરૂઆત પણ આપી. આ બન્નેએ પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી જેની મદદથી ભારતે પાકિસ્તાનને 9 વિકેટે હાર આપી હતી. એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે આ સતત બીજી જીત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -