કપિલના સવાલના જવાબમાં દિવ્યા દત્તાએ પોતાને સલમાન ખાન પર ક્રશ હોવાનું કહ્યું હતું સાથે જ તેની સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. દિવ્યાએ કહ્યું કે, સલમાન તેનો ક્રશ હતો. તેણે કહ્યું કે, સલમાને એક સીન માટે એક્ટિંગમાં તેની મદદ કરી હતી. દિવ્યાએ વીર-ઝારા ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનો પણ અનુભવ જણાવ્યો.
સંજય સૂરી અને દિવ્યાએ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝલકી’ સાથે જોડાયેલા કિસ્સાઓ પણ શેર કર્યા. અર્ચના પૂરણ સિંહે સુનિધિ ચૌહાણ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ શેર કર્યા. અર્ચના પૂરણે કહ્યું કે સુનિધિને બાળપણથી જ સિંગર બનવાનો શોખ હતો. તેનો શોખ પૂરો કરવા માટે પિતાએ નોકરી પણ છોડી દીધી હતી. અહીંયા સુધી પહોંચવા માટે માત્ર સુનિધિએ સંઘર્ષ નથી કર્યો, તેના પિતાએ પણ સંઘર્ષ કર્યો છે.