નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અંગે આઇસીસીએ એક ટ્વીટ કરીને બરાબરનુ ફસાઇ ગયુ, ક્રિકેટ ફેન્સ આઇસીસીને ગાળો આપવા લાગ્યા હતા, જોકે, બાદમાં આઇસીસીએ પોતાની ભૂલ સ્વીકારી અને પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી.


વાત એમ છે કે, ભારતીય ફાસ્ટ બૉલર બુમરાહ હાલ ઇજાના કારણે આફ્રિકા સામેની ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ ઉમેશ યાદવને મોકો આપવામાં આવ્યો છે. ભારતની ટેસ્ટ સીરીઝને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ટેસ્ટ બૉલર રેન્કિંગ માટે એક પૉસ્ટ કરી હતી. આ પૉસ્ટમાં બુમરાહને ટેસ્ટનો નંબર-1 બૉલર ગણાવવામાં આવ્યો હતો.


બસ, આઇસીસીએ પૉસ્ટમાં બુમરાહે વર્લ્ડનો નંબર-1 ટેસ્ટ બૉલર ગણાવતા જ ક્રિકેટ ફેન્સ આઇસીસીને ગાળો આપવા લાગ્યા હતા. કેમકે હાલમાં આઇસીસી ટેસ્ટ બૉલર રેન્કિંગમાં બુમરાહ નંબર-1 નહીં પણ નંબર-3ની પૉઝિશન પર છે.


આઇસીસી ટેસ્ટ બૉલર રેન્કિંગમાં હાલ પર ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ છે, નંબર-2 પર સાઉથ આફ્રિકાનો કગિસો રબાડા અને ત્રીજા નંબર પર જસપ્રીત બુમરાહ આવે છે. જોકે, બાદમાં આઇસીસીએ પોતાની ભૂલ સુધારતા પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી.