‘ઇશીમા’એ કર્યો એલિયન ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાઇરલ
વિશ્વભરમં હાલ એલિયન સાથે ડાન્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક સેલેબ એલિયન સાથે ડાન્સ કોમ્પીટિશન કરતા નજરે પડી રહ્યા છે. દિવ્યાંકાનો આ વીડિયો 7 કલાકમાં 16 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
હાલ ટીવી શો યે હૈ મોહબ્બતેમાં દિવ્યાંકા આંખોની રોશની ગુમાવી ચૂકી છે. શોમાં એક ટ્વિસ્ટ પણ આવશે, જે માટે એક્ટ્રેસ લંડન રવાના થઇ ચૂકી છે.
દિવ્યાંકાએ Dame Tu Cosita ચેલેન્જને સ્વીકારી છે. તેણે આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે લખ્યું કે લંડન જવા તૈયાર છું, પરંતુ જ્યાં સુધી તેની સાથે ડાન્સ નહીં કરું ત્યાં સુધી એલિયન મને નહીં છોડે.
મુંબઈઃ ‘યે હૈ મોહબ્બતેં’ની સ્ટાર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયોમાં તે એલિયન સાથે ડાન્સ કોપી કરતી નજરે પડી રહી છે.
દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ વિવેક સાથે તસવીરો પણ શેર કરી છે.