તલોદ: ફૂલ સ્પીડે ટ્રક ચાલકે કારને અડફેટે લીધી, પતિ-પત્ની સહિત ઘટનાસ્થળે 4નાં મોત, કારનો થયો કચ્ચરઘાણ
આ દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો. ઘટના સર્જીને ટ્રક ચાલક પણ ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ સ્ટેટ હાઈવે પર બેફામ દોડતી ટ્રકોને લઈને સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ઈજાગ્રસ્તોને 108 દ્વારા તલોદ સિવિલમાં ખસેડાયા હતા. આ કચ્છી પરિવાર મૂળ ધનસુરાનો છે અને હાલ અમદાવાદ રહે છે, જે આજે અમદાવાદથી કારમાં રાજસ્થાન જઈ રહ્યો હતો.
સાબરકાંઠાના તલોદથી ધનસુરા માર્ગ પરના ડેરિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક બાળક સહીત ચારના ગંભીર ઈજને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે અંગે તલોદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોચી કારમાં દબાયેલા મૃતદેહો બહાર કાઢ્યા હતા.
અંદર બેઠેલા લીલાબેન નાનજીભાઈ પટેલ (ઉ.વ.55), નાનજીભાઈ માવજીભાઈ પટેલ (ઉ.વ.58), શારદાબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ.51) અને હની જીતેન્દ્ર પટેલ (ઉ.વય 5)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકડ્રાઈવર અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો તેને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.
ટ્રક ડ્રાઈવરે જીજે 18એટી 9116 નંબરના ટ્રકને પૂરપાટ ઝડપે ચલાવી સામેથી આવતી હોન્ડા સિટી જીજે 1 ક 8053ને ટક્કર મારી હતી.
તલોદ: સાબરકાંઠાના અમદાવાદથી ધનસુરા સ્ટેટ હાઈવે પર સવારના અરસા દરમિયાન એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકો મોતને નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -