મીડિયા ન્યૂઝ અનુસાર, દિલ્હીના પ્રદુષણમાં કાસ્ટ અને ક્રૂ મેમ્બરને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે. સાથે સતત આકાશમાં વધી રહેલા પ્રદુષણના કારણે કેમેરા પણ બરાબર શૉટ્સ નથી આપી શકતા. આવી સમસ્યાઓથી પરેશાન થઇને હવે હાલ પુરતી દિલ્હીના શૂટિંગને રોકી દેવામાં આવ્યુ છે. અહીં ફિલ્મ દોસ્તાના 2નુ શૂટિંગ ચાલી રહ્યુ હતું.
તાજેતરમાં જ ફિલ્મનું પંજાબ શિડ્યૂલ શૂટ કરવામાં આવ્યુ હતુ, જેની કેટલીક તસવીરો જ્હાન્વી કપૂરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર પણ કરી હતી.
ખાસ વાત છે કે, આ ફિલ્મ વર્ષ 2008માં આવેલી દોસ્તાનાની સિક્વલ છે. જેમાં અભિષેક બચ્ચન, જૉન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડા જોવા મળ્યા હતા. હવે 11 વર્ષ બાદ આની સિક્વલ માર્કેટમાં આવશે.