અમદાવાદઃ હૉમગાર્ડના સસ્પેન્ડેડ સીનિયર કમાન્ડન્ટ બ્રિજરાજ સિંહ ગોહિલની ફરજ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હૉમગાર્ડ વિભાગે બ્રિજરાજ સિંહ પર મોટી કાર્યવાહી કરી છે, બ્રિજરાજ સિંહ ગોહિલ પર આરોપ છે કે, તેમને ગેરકાયદે પૈસાની લેવડદેવડ અને અપહરણ કર્યુ હતુ.


માહિતી છે કે, ઓફિસ ઓફ ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હૉમગાર્ડ વિભાગે હૉમગાર્ડના સસ્પેન્ડેડ સીનિયર કમાન્ડન્ટ બ્રિજરાજ સિંહ ગોહિલની હકાલપટ્ટી કરી દીધી છે. આ પહેલા વિભાગે બ્રિજરાજ સિંહને કારણદર્શક નૉટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો, જે યોગ્ય રીતે આપી ના શકવાથી હૉમગાર્ડ વિભાગે બ્રિજરાજ સિંહને બરતરફ કરી દીધા છે.

નોંધનીય છે કે, બ્રિજરાજ સિંહ ગોહિલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 21 સપ્ટેમ્બરના રોજ રોજ જીતેન્દ્ર નાનજી પટેલ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં અપહરણ અને પૈસાની લેવડદેવડ કરી હોવાનુ જણાવ્યુ હતુ. આ મામલે વિભાગ દ્વારા હૉમગાર્ડ કમાન્ડન્ટ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમાન્ડન્ટના રિપોર્ટમાં બ્રિજરાજસિંહ ગોહિલના વ્યવહારને કારણે હૉમગાર્ડની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, હવે તેમને બરતરફ કરવામાં આવ્યાં છે. આ મામલે વિભાગ તરફથી બ્રિજરાજસિંહ ગોહિલને યોગ્ય ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી.

બ્રિજરાજસિંહ ગોહિલ સામે અપહરણ અને ધમકીની ફરિયાદ
હોમગાર્ડના (Homeguard) સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ (Senior Comandant) બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેવડદેવડમાં યુવકનું અપહરણ (Kidnapping) કરી ધમકી આપી હતી. પીડિત યુવકના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી ગોહિલે યુવકને બોલાવી કારમાં બેસાડી દીધો હતો. યુવકને સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર છોડી ગોહિલ નાસી ગયા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Police) બ્રિજરાજસિંહ સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.