તારક મેહતાના શો માટે દરરોજની આટલી ફી લેતા હતા ડો. હાથી
કવિ કુમાર પોતાના ડૉ. હંસરાજ હાથીના પાત્ર માટે કેટલા રૂપિયા લેતા હતા તેનો એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. રિપોર્ટ અનુસાર ડૉ. હાથીનું પાત્ર ભજવવા માટે કવિ કુમાર રોજના 25,000 રૂપિયા લેતા હતા. આ હિસાબે તેઓ માસિક 7 લાખ રૂપિયા લેતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારના આરાના રહેવાસી કવિ કુમાર એક્ટર બનાવા માટે ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા હતા. મુંબઈ આવીને તેમને આ શો મળ્યો. આમિર ખાનની ફિલ્મ “મેલા”માં તેઓ જોવા મળ્યા હતા તો સલમાન ખાનની 2015માં આવેલી “ક્યોકિ”માં પણ તેમણે એક્ટિંગ કરી હતી.
મુંબઈઃ સબ ટીવીના લોકપ્રિય સો તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં ડો. હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર અભિનેતા કવિ કુમાર આઝાદનું વિતેલા સપ્તાહે નિધન થયું હતું. તેના નિધનથી ટીવી અને બોલિવૂડ જગત શોકમાં છે. તેમનું નિધન થયું છે તેના લોકોને હજુ વિશ્વાસ જ નથી થઈ રહ્યો.
બીજી તરફ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” શોના ડિરેક્ટર અસિત કુમાર મોદીનું કહેવું છે કે ડૉ, હાથી એટલે કે કવિ કુમાર આઝાદના નિધન દુઃખ આપી ગયું. શોના કોઈ એક્ટરને આ ખબર પર વિશ્વાસ નથી થતો. કવિ કુમાર આઝાદે નિધનના ત્રણ દિવસ પહેલા શૂટિંગ પણ કર્યું હતું. શોમાં તેમની જગ્યા કોઈ નહીં લઈ શકે, બસ તેમનું પાત્ર બીજું કોઈ ભજવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -