LIVE TV ડિબેટમાં મહિલા વકીલે મૌલાનાને ઠોક્યો તમાચો તો મૌલાનાએ સામે શું કર્યું ? જાણો વિગત
ડિબેટ દરમિયાન નિદા ખાનને આલા હજરત દરગાહ તરફથી જારી કરવામાં આવેલા ફતવાનો ફરાહ ફૈજ વિરોધ કરી રહ્યા હતા જેને લઈને મૌલાના સાથે વિવાદ ઉગ્ર બન્યો હતો. અને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. જેના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૌલાને ટીવી સ્ટૂડિયો પરથી જ ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રિપલ તલાક પર ચાલી રહેલી ડિબેટમાં ગેસ્ટ તરીકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સદસ્ય મુફ્તી એજાઝ અરશદ કાસમી, વકીલ ફરાહ ફૈજ અને સામાજિક કાર્યકર્તા અંબર જેદી પણ આવ્યા હતાં.
ડિબેટ દરમિયાન મૌલવિઓ તરફથી નિદા ખાન વિરુદ્ધ જારી કરવામાં આવેલા ફતવા વકીલ ફરાહ ફૈજ બોલી રહ્યા હતા તે વાત પર મૌલાના એજાઝ અરશદ કાસમી અને ફરાહ ફૈજ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. વિવાદ ઉગ્ર બનતા ફરાહ ફૈજે મૌલાનાને થપ્પડ મારી દીધી હતી. અને હાથાપાઈ શરુ થઈ ગઈ હતી. જેને જોઈને સૌ કોઈ ચૌકી ગયા હતા. જો કે એન્કર અને અન્ય લોકોએ બચાવ કર્યો હતો અને મામલો શાંત પાડ્યો
નવી દિલ્હી: એક ખાનગી ન્યૂઝ ચેનલના લાઈવ ટીવી શો દરમિયાન મૌલાનાએ મહિલાને થપ્પડ મારી દીધી હતી. કાર્યક્રમ દરમિયાન ટ્રિપલ તલાક મુદ્દા પર ન્યૂઝ ડિબેટ ચાલી રહી હતી જેમાં વિવાદ વધું ઉગ્ર બની જતા મૌલાના હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા અને મહિલાને તમાચો મારી દીધો હતો. જો કે બાદમાં પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -