આ હતો ‘તારક મહેતા...’માં ડો. હાથીનો લાસ્ટ શોર્ટ, સીરિયલની કઈ TV અભિનેત્રીએ શેર કર્યા ફોટો
સીરિયલના મેકર્સે જણાવ્યું હતું કે, ડો. હાથી બહુ જ ઓછી રજાઓ લેતા હતાં અને શો પર હાજર લોકોના જણાવ્યા અનુસાર કવિ કુમાર આઝાદ એક સકારાત્મક વ્યક્તિ હતાં. જો મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ પરેશાન થતાં નહતાં. ડો. હાથીનો સાઈડ બિઝનેસ પણ હતો. તેમની મુંબઈમાં કુસુમ રોલ્સ નામથી પણ બે દુકાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમનું વજન તે સયમે લગભગ 215 કિલો હતું અને 2010માં એક સર્જરીથી લગભગ 80 કિલો વજન ઘટી ગયું હતું. ડો. હાથી એક બહુ જ સારા વ્યક્તિ હતાં. તેઓ ગમે તેટલા બિમાર હોય પરંતુ શૂટિંગ માટે સેટ પર પહોંચવાની કોશિશ તો કરતાં જ હતાં.
ઉલ્લેખનીય છે કે ડો. હાથીનું મોત કાર્ડિયેક અરેસ્ટના કારણે થયું હતું. તેઓ બિહારના રહેવાસી હતાં. તે એક્ટિંગને લઈને બહુ જુસ્સાદાર હતાં. મુંબઈમાં નાના-મોટા પાત્રો નિભાવ્યા બાદ તેમણે સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં એક મોટો બ્રેક મળ્યો હતો. ડો. હાથીનું વજન વધારે હતું અને તેમને જોતાની સાથે જ સીરિયલ માટે પસંદ કરવામાં આવ્યા હતાં.
ડો. હાથીએ પોતાના મોત પહેલા 7 જુલાઈના રોજ છેલ્લીવાર આ શો માટે શૂટિંગ કર્યું હતું. મુનમુને આ તસવીરોને શેર કરતા લખ્યું હતું કે, આ તે છેલ્લો સીન હતો જે હાથી ભાઈએ અમારી સાથે શનિવારે શૂટ કર્યું હતું, આ એપિસોડ 13 જુલાઈએ ઓનએર થશે. આ એપિસોડ જેઠાલાલ ખોવાઈ ગયા છે તેની પર આધારિત હતો.
મુંબઈ: કવિ કુમાર આઝાદ ઉર્ફ ડો. હાથીના મોત બાદ ટીવી ઈન્ડસ્ટ્રીઝ અને બોલિવૂડ શોકમાં ગરકાવ છે. ડો. હાથીના મોતના સમાચારથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધાં કલાકારો શોકમાં છે. આ શોમાં બબીતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ કવિ કુમાર આઝાદ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. આ સિવાય તેણે ડો. હાથીનું સીરિયલમાં થયેલ શૂટિંગનો શોર્ટ પણ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -