✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આગામી 24 કલાક અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2018 10:12 AM (IST)
1

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હોઈ શહેરીજનો અને ગ્રામ્યજનોને સાવચેતી રાખવા જણાવવામાં આવે છે. અમદાવાદ કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ નંબર પણ જાહેર કર્યા હતાં જેમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. 079-27560511 અને AMC કંટ્રોલ રૂમ નં. 26582520 અને 25682530 સંપર્ક કરવો.

2

અમદાવાદ: આ વર્ષે મેઘરાજા જાણે અમદાવાદને હાથતાળી આપી રહ્યાં છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘકહેરની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ હવે અમદાવાદમાં મેઘ મહેર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થાય તેવું લાગી રહ્યું છે.

3

ઉપરાંત ભારે પૂરનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર્રને હજી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે અતિ ભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, વેરાવળ, અમરેલી ફરતે ગાઢ સરક્યુલેશન સર્જાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

4

ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યાં પહેલેથી જ જળબંબાકાર છે તેવા દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5

મેઘરાજા છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મુકીને વરસી રહ્યાં છે. અહીં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદ શહેર અને તેના 6 જેટલા તાલુકાઓ વરસાદની અછતનો સામનો કરી રહ્યાં છે. અહીં દર વખતની અપેક્ષાએ વરસાદનું પ્રમાણ ઓછું રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. પરંતુ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

6

મોડી રાતે અમદાવાદના રાણીપ, સાબરમતી, ચાંદલોડિયા, ગોતા ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત એસ-જી હાઈવે, સરખેજ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, વાડજ, આશ્રમ રોડમાં ધીમો વરસાદ નોંધાયો હતો.

7

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે તેવી શક્યતા છે. અમદાવાદ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

  • હોમ
  • અમદાવાદ
  • આગામી 24 કલાક અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.