ડો. હાથીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં આ રીતે મળ્યો હતો રોલ, જાણો વિગત
વાત જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કરવામાં આવે તો આ એકલો કોમેડી શો છે જે ટીઆરપી રેટિંગ્સમાં ટોપ 10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. હાલમાં શો 2500 એપિસોડ પૂરા કર્યા છે. આ સીરિયલ જલ્દી જ પોતાના 10 વર્ષ પૂરા કરવા જઈ રહી છે.
ટીવી સીરિયલ સિવાય કવિ કુમારે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. કવિ કુમારે વર્ષ 2000માં ‘મેલા’ ફિલ્માં આમિર ખાનની સાથે જોવા મળ્યા હતાં. પરંતુ કવિ કુમારને આ ઈન્ડસ્ટ્રીઝમાં ઓરિજનલ ઓળખ ‘ડો. હાથી’ના પાત્રથી મળી હતી.
કવિ કુમાર આઝદે 2014માં વેઈટ લોસની સર્જરી કરાવી હતી. સર્જરી પહેલાં તેમનું વજન 254 કિલો હતું. સર્જરી બાદ તેમનું વજન 178 કિલો થઈ ગયું હતું.
ડો. હાથી માટે આ રોલ સૌથી મોટો બ્રેક હતો. અભિનેતા બનવાનું સ્વપ્ન જોતા દરેક યુવકો આ દિવસની રાહ જોતા હોય છે. જોકે, તેનો અનુભવ છે કે સમય કરતાં પહેલાં અને કિસ્મતથી કંઈ વધારે ક્યારેય કોઈને મળતું નથી. પોતાની જાત પર તથા ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહો.
‘તારક મહેતા..’માં નિર્મલ સોની ડો. હાથીનું પાત્ર ભજવતા હતાં. જોકે, આ પાત્ર માટે કવિ કુમાર આઝાદે પણ ઓડિશન આપીને રાખ્યું હતું. નિર્મલ સોનીએ આ શોમાં એક વર્ષ કામ કર્યા બાદ તેમને રિપ્લેસ કરવામાં આવ્યા હતાં. તેમના સ્થાને ડો. હાથીને લેવામાં આવ્યા હતાં.
એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, કવિ કુમારે આજે સવારે જ શોના પ્રોડ્યુસરને તબિયત ખરાબ હોવાના કારણે સેટ પર આવી શકાશે નહીં તેવી જાણકારી આપી હતી. પહેલા પણ ઘણીવાર તબિયત ખરાબ હોવાના કારણે શૂટિંગમાં આવી શકતા નહોતા.
મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા નિભાવનારા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. એક્ટર કવિ કુમાર આઝાદનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.