Trending Video: તમે આ કહેવત ઘણી વાર સાંભળી હશે- 'રામ રાખે તેને કોણ ચાખે.' આ કહેવતનો અર્થ એ છે કે ભગવાન જેની સાથે હોય તેને કોઈ નુકસાન કરી શકતું નથી. ઘણી વખત એવા બનાવ બનતા હોય છે કે આ કહેવત સાચી હોવાનો પુરાવો મળી જતો હોય છે. આવું જ કંઈ હમણાં એક વ્યક્તિ સાથે પણ થયું હતું. આ વ્યક્તિ સાથે બનેલી આ અદ્ભૂત ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિનો જીવ સેકન્ડના ચોથા ભાગના અંતરથી બચી ગયો હતો. તમે પણ આ ઘટનાનો વીડિયો જોયા પછી મોઢામાં આંગળી મુકી દેશો. વીડિયોમાં દેખાતા વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જશે તેવી જ રીતે તમારા પગ નીચેથી જમીન સરકી જશે.


ઈંચ અને સેકન્ડનો ખેલ 


વીડિયો વિશે વિગતવાર માહિતી આપીએ તો, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરીને દુકાન તરફ જઈ રહ્યો છે. જેવો આ વ્યક્તિ ફૂટપાથને પાર કરે છે કે તરત જ આખી ગટર તૂટી જાય છે અને સિમેન્ટનો બનેલો ફૂટપાથ પણ તૂટી પડે છે. પરંતુ આ વ્યક્તિ ગટરમાં નથી પડતો અને દુકાન તરફ ખુબ જ આસાનીથી પહોંચી જાય છે. આમ ફૂટપાથ તૂટ્યો તેની ઉપરના વ્યક્તિના પગ વચ્ચે ઈંચનું અને ફૂટપાથ તૂટવાની સેકન્ડનું જ અંતર રહે છે અને તે વ્યક્તિ ગટરમાં પડતાં બચી જાય છે.




આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @sagarcasm નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. થોડા કલાક પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.6 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.