નવી દિલ્હી: બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ એ બૉક્સ ઑફિસ પર મોટું મુકામ હાંસલ કરી લીધું છે. ફિલ્મે રિલીઝ થયાના 11માં દિવસે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કમાણીના આંકડા જાહેર કર્યાં છે. ડ્રીમ ગર્લ ફિલ્મે શનિવારે 9.10 કરોડ રૂપિયા અને રવિવારે 11.05 કરોડની કમાણી સાથે કુલ 101.40 કરોડની કમાણી કરી લીધી છે. આયુષ્માનના કેરિયરની બીજી એવી ફિલ્મ છે જેણે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી છે. આ પહેલા ફિલ્મ અંધાધૂન એ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે. મહાનાયક અમિતાભ બચ્ચનને ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની સન્માનિત કરાશે ડ્રિમ ગર્લ ફિલ્મે પ્રથમ દિવસે 10.05 કરોડ રૂપિયાથી બોક્સ ઑફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘ડ્રીમ ગર્લ’પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી ફિલ્મ છે.