અમરેલીઃ જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોય તેમ ચોરી,લૂંટ હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમરેલીના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ઘરમાં એકલી રહેલી વૃદ્ધાને ગળે ટૂંપો આપીને હત્યા કરીને સોના ચાંદીના ઘરેણાં અને રોકડની લૂંટની ઘટના દિવસે બનતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.



સાવરકુંડલા તાલુકાના વિજપડી ઓ.પી.મથકના હાડીડા ગામે નદી કાંઠે રહેતા જાનબેન નરશીભાઈ પ્રજાપતિ નામની વયોવૃદ્ધ મહિલાની તેના ઘરમાં જ કોઈ અજાણ્યા શખ્સે દોરડા વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ લૂંટારા ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા.



મૃતક વૃદ્ધાના પતિ વિજપડી બેંકના કામકાજ માટે સવારે 10 થી 12ના સમયગાળામાં ગયા ત્યારે ઘટના બની હતી. એકલી મહિલાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લૂંટ અને હત્યા કરી ફરાર થઈ જતાં જિલ્લા પોલીસ તંત્ર થયું દોડતું થયું હતું અને ઘટનાને અંજામ આપનાર શખ્સની શોધખોળ શરૂ કરી હતી. લૂંટ અને હત્યાની ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.

પાકિસ્તાનમાં ભૂકંપથી રોડના થઈ ગયા ટુકડે ટુકડા, આખી ગાડી અંદર સમાઈ ગઈ, જુઓ તસવીરો

ગુજરાત સહિત દેશમાં શાખાઓ ધરાવતી આ બેંકના ખાતાધારકો દિવસમાં 1000 રૂપિયા જ ઉપાડી શકશે, જાણો વિગત

કોંગ્રેસમાં જોડાવાને લઈ હરિયાણી સિંગર સપના ચૌધરીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે