ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહની ધરપકડ, આજે NCB કોર્ટમાં રજૂ કરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2020 07:32 AM (IST)
ભારતી સિંહના ઘરેથી ગાંજો મળ્યા બાદ બન્નેને એનસીબીએ પહેલા કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરાઈ હતી.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં ‘ધ કપિલ શર્મા શૉ’ની કોમેડિયન ભારતી સિંહની શનિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો. શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ ભારતીની ધરપકડ કરાઈ છે. ભારતી સિંહના ઘરેથી ગાંજો મળ્યા બાદ બન્નેને એનસીબીએ પહેલા કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરાઈ હતી. એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી. તેના બાદ બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતીસિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ એક પેડલરે તેની પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ લિંબાચીયાના નામ લીધા હતા જેને પગલે એનસીબીએ દરોડા પાડ્યા હતા. સૂત્રો અનુસાર બન્ને ગાંજો લેવા હોવાની વાત કબૂલી હતી. હર્ષ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. એવામાં પૂરી શક્યતા છે કે, મોડી રાતે અથવા 8 વાગ્યા બાદ તેની પણ ધરપકડ થઈ શકે છે.