Drugs Case: ધર્મા પ્રોડક્શનના પૂર્વ અધિકારી ક્ષિતિજ રવિ પ્રસાદ 3 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2020 10:23 PM (IST)
NCB ના વકીલ અતુલ સરપંડેએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્ષિતિજ એનસીબીની તપાસમાં સહકાર આપી રહ્યા નથી.
મુબઈ: ડ્રગ્સ કેસમાં વિશેષ અદાલતે ધર્મા પ્રોડક્શનના પૂર્વ મેનેજર ક્ષિતિજ રવિ પ્રસાદને 3 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કોર્ટમાં, ક્ષિતિજે પોતાને ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો, જે અમાન્ય રાખવામાં આવ્યો હતો. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસમાં ડ્રગ પેડલર અંકુશ અંરેજાના દિશાસૂચન હેઠળ શનિવારે ક્ષિતિજની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે એનસીબીએ ક્ષિતિજને તબીબી પરિક્ષણ બાદ વિશેષ અદાલતમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્ષિતિજે કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સનું સેવન નથી કર્યું. NCB ના વકીલ અતુલ સરપંડેએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્ષિતિજ એનસીબીની તપાસમાં સહકાર આપી રહ્યા નથી. ક્ષિતિજની ધરપકડ ડ્રગ્સના વેપારી અંકુશ અંરેજાની ચાલ પર કરવામાં આવી હતી. ક્ષિતિજના ઘરેથી એનસીબીને ગાંજો પણ મળી આવ્યો છે. જેથી આ કેસમાં વધારાની માહિતી માટે ક્ષિતિજ ની એનસીબી કસ્ટડી જરૂરી છે. આ કારણોસર કોર્ટે ક્ષિતિજને 3 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ